વાહનના પૈસા ઉઘરાવવા બાબતે ઝઘડો
વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામે આંબેડકરના સ્ટેચ્યુ પાસે યુવાને ત્રણ શખ્સો દ્વારા એક દિવસ નિકળીએ તો પૈસા કેમ ઉઘરાવિયા છે ? તેવું કહીને ઢીકાપાટુનો માર મારીને વિખોરિયા ભરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે
જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ આ બનાવની હાલમાં ત્રણ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા વધાસીયા ગામે આંબેડકરના સ્ટેચ્યુ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં નવા વધાસિયા ગામે રહેતા કિશોરભાઈ પોપટભાઈ મકવાણા જાતે અનુ.જાતી (૩૫) એ હાલમાં જગદીશભાઈ નારણભાઈ સોલંકી, કિશોરભાઈ નારણભાઈ સોલંકી અને પારસભાઈ મહેશભાઈ સોલંકી રહે નવા વઘાસિયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે,
આરોપી જગદીશભાઈ સોલંકીએ ફરિયાદીને કહ્યું હતું કે “એક દિવસના અહીંથી વાહન નીકળવાના પૈસા કેમ ઉઘરાવીયા છે એવું કહીને ફરિયાદી યુવાને ગાળો આપી હતી અને કાઠલો પકડીને કિશોરભાઈ સોલંકીએ માર મારી ગાળો આપી હતી અને પારસભાઈ સોલંકીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે