વાંકાનેર હાઇવે સરતાનપર ઉપરના સુકુન પ્લસ નામના કારખાના નજીક ગઈ કાલે સાંજે કોઈ ઝેરી જનાવર કરડી જતા જીતેન્દ્ર લઘુરામ પરમાર નામના 32 વર્ષ ના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
એ અંગે નોંધ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ પણ કરવામાં આવી છે.