પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: વાંકાનેર નજીક આવેલ સરધારકા ચોકડી પાસેથી એક્ટિવા મોટર સાયકલમાં બે બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 715 લઈ ને નીકળેલા આરોપી કેતન રાજેશભાઈ અબાસણીયા નામના યુવાનને ઝડપી લઈ રૂપિયા 20 હજારના એક્ટિવા સહિત 20,715નો મુદ્દામાલ કબ્જે કરી સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
લાકડધાર ગામે જુગાર રમતા 9 પકડાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે લાકડધાર ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા નવ આરોપીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 36,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી જયદીપભાઇ ધીરૂભાઇ જોગરાજીયા, રણછોડભાઇ વીહાભાઇ અણીયારીયા, સુરેશભાઇ રમેશભાઇ ધોરીયા, કાનજીભાઇ સાદુરભાઇ માલકીયા, રણછોડભાઇ લખમણભાઇ માલકીયા, લાલજીભાઇ મશરૂભાઇ અણીયારીયા, દેવરાજભાઇ ઉર્ફે મુન્નાભાઇ હીરાભાઇ માલકીયા, વાઘજીભાઇ ચકુભાઇ અણીયારીયા અને લખમણભાઇ જીવાભાઇ બાવળીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 36,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
(1) મિલ પ્લોટના રોહિત લાલજીભાઈ ફિસડીયા (2) ભાટિયા સોસાયટી શારદા સ્કૂલવાળી શેરીમાં રહેતા ધર્મેશ ચંપકલાલ ગુંદરિયા (3) મિલ પ્લોટ મસ્જીદવાળી શેરીમાં રહેતા શરીફાબેન ઉર્ફે સગુબેન બાબુભાઇ વિકીયાણી (4) વીસીપરાના રહીમ રાયધનભાઈ મોવર (5) લાકડધારના વિક્રમ તળશીભાઈ ચાડમીયા અને (6) માટેલ રોડ ભવાની કાંટા સામે ખરાબામાં રહેતા રાજુ ખીમજી ચૌહાણ પાસેથી દેશી દારૂ મળી આવતા કાર્યવાહી.
પીધેલ:
(1) વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે રહેતા સુરેશ નરશીભાઈ પીપળીયા (2) વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે રહેતા મનસુખ કાનાભાઇ કીરાણી (3) વીડી જાંબુડિયાના દિલીપ ઉર્ફે દિનેશ જેસાભાઇ મગવાણિયા અને (4) જાંબુડિયાના હર્ષદ શામજીભાઈ દાદરેચા પીધેલ પકડાયા છે.
ટ્રાફિક ભંગ:
વાંકાનેર નવાપરા દશામાંના મંદિર પાછળ રહેતા રમેશ સોમાભાઈ બાવરીયા સામે ટ્રાફિકના નિયમનાં ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.