તીથવા ગામના ભરવાડ યુવાન મોરબી સારવારમાં
વાંકાનેર તાલુકાના તીથવા ગામનો વતની ભોપાભાઈ વેલાભાઈ ફાંગલીયા નામનો 43 વર્ષીય યુવાન તીથવા ગામેથી ઢુવા બાજુ જતો હતો ત્યારે અકસ્માતે ઇજા થઇ હતી.
જાણવા મળ્યા મુજબ તીથવાના ભોપાભાઇ રસ્તામાં ઢુવાના ઓવરબ્રિજ નજીક સામેથી આવતા વાહનના લાઈટના અજવાળામાં અંજાઈ જતા બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ભોપાભાઈ ફાંગલીયાને ઇજા થતા તેમને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.