મોરબી હાઇવે પર આવેલ રાણેકપર ગામના પાટીયા પાસેથી એક બાઈક સ્વાર પોતાનું બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત થયો હતો.



જાણવા મળ્યા મુજબ મોટરસાયકલ લઈને મોરબીના મકનસર ગામ પાસે આવેલ ભકિતનગર-૨ માં રહેતો પીન્ટુકુમાર ઠાકોર (૩૦) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે રાણેકપરના પાટિયા પાસે રાજ રેસ્ટોરન્ટના સામેના ભાગમાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું, જેથી અકસ્માતના બનાવમાં પીન્ટુકુમાર ઠાકોરને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. અકસ્માતના આ બનાવની બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.