નવાપરાના યુવાન સાથે રાજકોટમાં બનેલી ઘટના
મારથી લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો
રાજકોટમાં ચોરી કરવા આવ્યો હોવાની શંકાએ વાંકાનેરના યુવાનને ટોળાએ લમધર્યો હતો. ટોળું માર મારી રહ્યું હતું ત્યારે જ કોઈએ પોલીસને જાણ કરી દેતા, લોહી લુહાણ હાલતમાં નવઘણ વિકાણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો…
આ અંગે મળેલી માહિતી મુજબ, ગઈકાલે મોડી રાત્રે 12:30 વાગે નવઘણ ભલુ વીકાણી (ઉંમર વર્ષ 22, રહે. વાંકાનેર નવાપરા જીઆઇડીસી) પોપટપરા વિસ્તારમાં હતો ત્યારે, અજાણ્યા લોકોના ટોળાએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી…
દરમિયાન પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનની પીસીઆર વાન સ્થળ પર આવી જતા નવઘણને મારથી બચાવી પીસીઆર વાનમાં બેસાડી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જાણવા મળ્યા મુજબ નવઘણ આ વિસ્તારમાં મોડી રાત્રે ચોરી કરવાના ઈરાદે આવ્યો હોવાની શંકા જતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. અને નવઘણને પકડી માર માર્યો હતો આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…
