બેભાન હાલતમાં મોરબી શહેરમાં હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ ગયા
વાંકાનેર નજીક આવેલ રાતાવિરડા ખાતે રહેતા એક યુવાને આપઘાતનો પ્રયાસ કર્યાના સમાચાર મળ્યા છે.
જાણવા મળ્યા મુજબ રાતાવિરડાના વિનોદભાઈ વેરશીભાઈ ઉકેડીયા (30) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે બેભાન હાલતમાં મોરબી શહેરમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આગળની વધુ તપાસ મોરબી સુધી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડાએ કરી હતી.