વાંકાનેર: પથ્થરની ખાણમાં ભરાયેલ પાણીમાં માછલી પકડવા ગયેલા એક યુવાનનું મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે…
જાણવા મળ્યા મુજબ ટોડો સિરામિક, સરતાનપર રોડ રહેતા સંજયભાઈ દેવાભાઈ જંજવાડિયા ઉ.35 રહે. કોઈ કારણોસર પથ્થરની ખાણમાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. બનાવ મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં બનેલ હતો…