યુવતિના ચાર મહિના પહેલા જ લગ્ન થયેલા
ટંકારા: અહીં ચાર મહિના પહેલા લગ્ન કરેલ એક મહિલાને પતિ, સસરા, સાસુ તરફથી લગ્ન બાદ જમાઈને વિદેશમાં ભણવા જવા માટે રુપિયા પાંચ લાખની જરુર હોય અને તે આર્થિક સ્થિતી નબળી હોવાથી નહી આપતા કરીયાવર બાબતે તેમજ રુપીયા બાબતે અવારનવાર મેણા-ટોણા મારી માનસિક ત્રાસ આપતા મહિલાને મરવા પર મજબુર કરતા ગળા ફાંસો ખાઈ મહિલાએ આત્મહત્યા કર્યાની ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ ઉંટડી તા.લીંબડી જી.સુરેન્દ્રનગ૨ રહેતા વિનોદભાઈ નાનજીભાઈ પરમાર (ઉ.વ.૬૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારી દિકરી કિંજલના લગ્ન ટંકારાના લક્ષ્મિનારાયણ સોસાયટી – ૦૫ માં રહેતા હિરાલાલ કરશનભાઈ પનારાના દિકરા સુભમ સાથે ગઈ તા. ૧૬/૦૧/૨૦૨૫ ના રોજ થયેલ હતા. મારી દિકરી કિંજલ ગઈ તા.૦૩/૦૩/૨૦૨૫ ના રોજ વઢવાણ તાલુકાના ભડીયાદ ગામે અમારા ભત્રીજા અરવિંદભાઈ ગોવિંદભાઈની દિકરીના લગ્નમાં આવેલી ત્યારે તેને વાત કરેલ હ તી કે ‘તેના પતિ સુભમને વિદેશમાં ભણવા જવા માટે રુપીયા પાંચ લાખની જરુર છે મારે અહીંથી રુપીયા પાંચ લાખ લઈને જવાનું’ અમોએ તેને કહેલ કે ‘તું તારા પતિને કહી દેજે કે મારા પિતાજીની આર્થિક સ્થિતી સારી ન હોય જેથી તેઓ આપી શકે એમ નથી’ બાદ મારી દિકરી તેના સાસરે જતી રહેલ હતી…
૧૫ દિવસ પછી ફરી મારી દિકરી અમારા ઘરે આંટો દેવા આવેલ ત્યારે અમો બધાને વાત કરેલ કે ‘મે સુભમને રુપીયા પાંચ લાખ આપવાની ના પાડતા મારા પતિ, સાસુ તથા મારા સસરાને સારુ લાગેલ નથી જેથી તે બધા મને બોલાવતા નથી અને મને કહે છે કે તુ અમને ગમતી નથી અને તને તારા પિતાજીએ કાંઈ કારીયાવર તો કરેલ નથી અને હવે રુપીયા આપવાની પણ ના પાડે છે એમ મેણા ટોણા મારી મને માનસીક દુ:ખત્રાસ આપે છે જેથી હુ ત્યા નહી જાઉં’ એમ કહેતા અમોએ સમજાવેલ, સામેવાળા કિંજલને તેડવા આવેલા ત્યારે તેઓએ કહેલ કે
‘તમારી દિકરીએ તમને ખોટી વાત કરેલ છે અમે કોઈ રુપીયાની માંગણી કરેલ નથી અને જો શુભમે કરેલ હશે તો અમે તેને સમજાવી દેશુ’ એમ વાત કરતા અમોએ કિંજલને સમજાવી સાસરીમાં મોકલેલ હતી, તા. ૧૮/૦૫/૨૦૨૫ ના રાત્રીના કિંજલના ફોન મારા દિકરા દંતેશમાં આવેલ, અને કિંજલે કહેલ કે ‘મને તેડી જાવ મારી સાસરીમાં મને બહુ ત્રાસ આપે છે’ સવારના ટંકારા જવા નિકળી ગયેલ હતો. ત્યાર બાદ કિંજલના સસરા હિરાલાલનો મારા મોબાઈલમાં જણાવેલ કે ‘તમારી દિકરીએ અમારા ઘરે ગળા ફાંસો ખાઈ લીધેલ છે’ જેથી અમો કિંજલના ઘરે ગયેલા અને ત્યાં કિંજલ તેના ઘરના ઉપરના રુમમા મરણ ગયેલ હાલતમા પડેલ હતી, ટંકારા પોલીસે ત્રણ આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….