કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કોઠારીયામાં મજૂરી કરતી યુવતી બાઇક પરથી પટકાતા મોત

હરબટીયાળીના માતા-પુત્રના અકસ્માતમાં મોત

વાંકાનેરના કોઠારીયા ગામે પરિવારજનો સાથે મજૂરી કરતી અનકુબેન દાસમભાઇ વાસકલે (ઉ.વ.૧૮)ને વાહન અકસ્માતમાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. કોઠારીયા રહેતી અનકુબેન ગત ૨૭મીએ મોટરસાઈકલમાં બેસીને જતી હતી ત્યારે નેકનામ નજીક પેટ્રોલ પંપ પાસે બાઇક પાછળથી પડી જતાં ઇજા થતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. અહિ તેનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ટંકારા પોલીસે કાર્યવાહી કરી હતી. બનાવને પગલે અઢાર વર્ષની પુત્રીનું મોત થતા મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો…હરબટીયાળીના માતા-પુત્રના અકસ્માતમાં મોત
મળેલ માહિતી મુજબ સરપદડ ગામે રહેતાં અને મજુરીકામ કરતા મુળ ટંકારાના હરબટીયાળી ગામના ભાવેશભાઇ હિરાભાઇ ચૌહાણ (ઉ.વ.૨૩) તથા તેના માતા બાલુબેન (ઉ.વ.૬૦) એકટીવા બાઇક નં. જી.જે. 03- ઇજી-૧૪૫૩ માં સરપદડ-મેટોડા રોડ ઉપર જઇ રહ્યા હતા ત્યારે રાત્રીના બંધ હાલતમાં ઉભેલ ટ્રક નં. જી.જે. ૧૨ એ યુ ૭૦૨૧ પાછળ બાઈક ધુસી જતા બાઈકમાં બેઠેલા ભાવેશભાઈ તથા તેની માતા બાલુબેનને ગંભીર ઇજા થતા મોત નીપજયા હતા. બનાવ બાદ ટ્રક ચાલક નાસી લુટયો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા બંને માતા-પુત્રની લાશને પી.એમ. માટે પડધરી હોસ્પીટલમાં ખસેડાયેલ બનાવ અને મૃતક ભાવેશભાઇના ભાઇ ધનાભાઇ હિરાભાઇ ચૌહાણએ ટ્રક ચાલક સામે ફરીયાદ નોંધાવતા પડધરી પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃતક ભાવેશભાઇ મજુરીકામ કરતા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!