ચિત્રાખડા પાસે બાઈક સ્લીપ
વાંકાનેર: અહીંની સહજાનંદ સોસાયટીમાં રહેતા યુવાનને રવાપર ઘુનડા રોડ ઉપર અજાણ્યા બાઈક વાળાએ હડફેટે લેતા યુવાનને ઈજા થઈ હતી જયારે ચિત્રાખડા અને મનડાસર ગામની વચ્ચે બાઈક સ્લીપ થતા વૃદ્ધને ઇજા થઇ હતી…

વાંકાનેર: અહીંની સહજાનંદ સોસાયટીમાં રહેતા વિક્રમભાઈ રઘુરામ ખાંડેખાં (ઉ.34) નામના યુવાનને રવાપર ઘુનડા રોડ ઉપર ગાયત્રી સ્ટોન પાસે અજાણ્યા બાઈક વાળાએ હડફેટે લેતા યુવાનને ઈજા થઈ હતી અને તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી છે….

ચિત્રાખડા પાસે બાઈક સ્લીપ
થાન પાસેના તરણેતર ગામના જેરામભાઈ મોતીભાઈ સરવાડીયા નામના 61 વર્ષના વૃદ્ધને વાંકાનેરના ચિત્રાખડા અને મનડાસર ગામની વચ્ચે બાઈક સ્લીપ થવાની ઘટના ઈજા થયેલ હોય સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યા હતા….
