વાંકાનેર તાલુકાના શેખરડી ગામનો એક શખ્સ રાજકોટ મોબાઈલ ચોરીમાં ઝડપાઇ ગયો.
મળતી વિગત મુજબ રાજકોટના માલવીયાનગર વિસ્તારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર શખ્સ રાજકોટમાં હોવાની એસઓજીના હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા વિજયસિંહ જાડેજાને બાતમી મળતા વાંકાનેરના શેખરડી ગામના તરૂણ સોમાભાઇ પુરબીયા (ઉ.વ.૩૬)ને ચોરાઉ મોબાઇલ સાથે પકડી લીધો હતો. આ કામગીરી પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.