બાઉન્ડ્રી પાસે અજાણ્યા યુવાનનું મોત
વાંકાનેર: તાલુકાના વિનયગઢ ગામેથી દૂધ દેવાં રાજકોટ જતા એક યુવકને પડખામાં છરીના ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો છે…

જાણવા મળ્યા મુજબ રાજકોટ ‘લક્ષ્મણ ટાઉનશીપમાં દૂધ દેવા આવવું નહીં’ કહીને વિશાલ ઉર્ફે ટકા નામના શખ્સે વાંકાનેરના વિનયગઢ ગામેના પશુપાલક બંધુ પર છરીથી હુમલો કરી દેતાં તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. બનાવ અંગે જાણવા મળ્યા મુજબ વાંકાનેરના વિનયગઢ ગામે રહેતાં રવિભાઈ બીજલભાઈ ડોડા (ઉં.વ.29) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિશાલ ઉર્ફે ટકો મરાઠી (રહે. લક્ષ્મણ ટાઉનશીપ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓની પાસે માલ ઢોર હોય જેથી દૂધનો વેપાર કરે છે. તેઓ અને તેમનો નાનો ભાઈ વિજય અલગ અલગ વાહનમાં રાજકોટમાં દૂધની ડીલેવરી કરવા નીકળે છે. ગઈ તા.09 ના તેમના ભાઈ વિજયએ વાત કરેલ કે, લક્ષ્મણ ટાઉનશીપના ગ્રાહક લાલાભાઇ પાસેથી હિસાબના પૈસા માંગતા તેની સાથે ટાઉનશીપમાં રહેતો વિશાલ ઉર્ફે ટકાએ વાત કરેલ કે, ‘તું લાલા પાસેથી પૈસા માંગતો નહીં, હુ ઈ વિંગમાં રહું છું અને ત્યાં આવીને પૈસા લઈ જજે’ આમ વાત કરી ધમકી આપતો હતો…

જેથી ફરિયાદીને ભય લાગતા ગઈકાલે સવારના સમયે તેઓ અને તેમનો ભાઈ વિજય બંને લક્ષ્મણ ટાઉનશીપના ઇ વિંગમાં જતા પગથીયા પાસે વિશાલ મળેલ અને કહેલ કે, ‘તમે લાલા પાસે પૈસાની ઉઘરાણી કરો છો, તમારે હવે આ ટાઉનશિપમાં દૂધ દેવા આવવું નહીં’ તેમ કહી ગાળો દેતા તેઓને ગાળો દેવાની ના પાડતા વિશાલ ઉશ્કેરાય જઈ ઝપાઝપી કરવા લાગેલ હતો. તેમજ બંને ભાઈઓને ઢીકા-પાટા મારવા લાગેલ અને વિશાલે નેફામાંથી છરી કાઢી વિજયને પડખામાં પાછળના ભાગે એક ઘા મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. બનાવ વખતે દેકારો થતા માણસો ભેગા થઈ ગયેલ અને વિશાલ ઉર્ફે ટકા એ જતા જતા કહેતો ગયેલ કે ‘હવે બંનેમાંથી એકેય અહીંયા દેખાતા નહીં નહિતર પાડી દઈશ’ ધમકી આપી નાસી છૂટ્યો હતો. બાદમાં ઇજાગ્રસ્તને 108 મારફત સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં…
બાઉન્ડ્રી પાસે અજાણ્યા યુવાનનું મોત
વાંકાનેર બાઉન્ડ્રી પાસે દ્વારકાધીશ હોટલ નજીક આવેલ બસ સ્ટેશન પાસે કોઈ અજાણ્યા 40 થી 45 વર્ષના યુવાનનું બીમારી સબબ મોત નીપજયું હતું. વાંકાનેર તાલુકા પોલીસ નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે…
