કેફી પ્રવાહી પી ને વાહન ચલાવતા બે પકડાયા
વાંકાનેર: સિટી પોલીસે જીનપરા જકાત નાકા ખાતે વાહન ચેકીંગ દરમિયાન અલ્પેશભાઈ રમેશભાઈ બોહુકીયા ઉ.વ.૨૧ ૨હે. વીશીપરા મોરબીવાળાને ચોરી કરેલ બાઇક સાથે પકડી પાડ્યો છે. આ બાઇક તેને મોરબીમાં નવલખી રોડ ઉપર ઓવરબ્રીજ નીચેથી ચોરી કર્યું હોવાનું કબુલ્યું હતું. તેની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…
મળેલ માહિતી મુજબ મોરબીના રવાપર ગામ નજીક આવેલ શક્તિ ટાઉનશિપમાં તુલસી બી એપાર્ટમેન્ટ બ્લોક નં-802 માં રહેતા સુરેશભાઈ રામજીભાઈ જાવિયા (53)એ અજાણ્યા શખ્સની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યુ હતું કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ઓવરબ્રિજ નીચેના ભાગમાં તેમને પોતાનું બાઈક નંબર જીજે 3 ડીએચ 6100 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 15,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની હાલમાં આધેડે ફરિયાદ નોંધાવેલ હતી…
કેફી પ્રવાહી પી ને વાહન ચલાવતા બે પકડાયા
વાંકાનેર ઢુવા ચોકડી પાસે માટેલ ગામ તરફથી (1) બળદેવસિંહ દીપસિંહ ચૌહાણ જાતે ઠાકોર ઉ.વ.૪૨ ધંધો. મજુરી રહે.હાલ ઈન વોક કારખાનામા માટેલ રોડ તા.વાંકાનેર મુળ રહે. પુનાદરા તા.કપડવંજ જી.ખેડા વાળો કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના હવાલાવાળુ મો.સા. હીરો કંપનીનુ સ્પેલન્ડર રજી નંબર GJ-07-ES-1853 કી.રૂ. ૩૦,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર ડ્રાઈવિંગ લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા અને (2) રાતાવીરડા રોડ પર સંજય લવીંગભાઇ મન્દોરીયા વાળો કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના હવાલાવાળુ મો.સા. હીરો કંપનીનુ સ્પેલન્ડર પ્લસ રજી નંબર GJ-36-AG-9444 કી.રૂ. 15,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર ડ્રાઈવિંગ લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫ (૩) ૧૮૧ તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ નોંધાયો છે…