વાંકાનેર : શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા અઠ્ઠાવીસ વર્ષના યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે…
જાણવા મળ્યા મુજબ શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વિપુલભાઈ ડાયાભાઇ મથુરિયા ઉ.28 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.