હવે ક્યાંય જવાની કે પૈસા ચુકવવાની જરૂર નહીં પડે
વેબ સાઈટ પણ ખોલવી નહીં પડે, 30 જૂન 2023 પહેલા લિન્ક કરી લેવા અનુરોધ
સરકાર દ્વારા આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા મામલે તાકીદ કરાઇ હતી. જેને લઇને લોકો ગોટે ચડયા છે. પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને તેમ ન કરવા બદલ દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.

આ માટે સરકાર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે તારીખ પહેલા પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવી લેવું ફરજિયાત છે. અન્યથા પાનકાર્ડ નિષ્ક્રિય થઇ જશે, તેવી સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. પાન અને આધારને લિંક કરવા મામલે આવકવેરા વિભાગ દ્વારા 30 જૂન 2023 ની તારીખ નક્કી કરવામાં આવી છે. આ બને દસ્તાવેજો લિંક કરવા માટે 1000 રૂપિયા ચૂકવવાનું પણ જણાવાયું છે. ત્યારબાદ પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આથી બેંક વ્યવહારો સહિતની ઘણી બાબતોની સમસ્યા ઊભી થશે.

આ રીતે કરાવી લિંક
હવે મોબાઈલમાં એસએમએસ મારફતે પણ તમે આધાર અને પાન કાર્ડ લિંક કરાવી શકો છો. જેના માટે મોબાઇલમાં SMS મોકલવાનો રહેશે. જેના માટે સૌ પ્રથમ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 567678 અથવા 56161 પર SMS મોકલવાનો રહેશે. બાદમાં UIDPAN-12 અંકનું આધાર કાર્ડ><10 અંક PAN> પછી તેને 567678 અથવા 56161 પર મોકલવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે જો કરદાતાઓનું નામ અને જન્મતારીખ આધાર અને PAN બંનેમાં એક જ હોવાનું જણાય તો તેને લિંક કરવામાં આવશે.

નહીં તો ચૂકવવો પડશે દંડ
અને જો પાનકાર્ડ માન્ય ન હોય તો આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 2720 હેઠળ આકારણી નિર્દેશ બદલ આવી વ્યક્તિને દંડ તરીકે 10,000 રૂપિયા ચૂકવવાની જોગવાઈ કરાઈ છે.

ઓનલાઇન પણ વ્યવસ્થા છે
આ ઉપરાંત પાન અને આધાર કાર્ડ લિંક કરવા માટે ઓનલાઇન પણ વ્યવસ્થા છે. જેમાં આવકવેરાની વેબસાઇટ પર મુલાકાત લીધા બાદ આધારકાર્ડમાં આપેલા નામ પાન નંબર અને આધાર નંબર દાખલ કરવાના રહેશે. ત્યારબાદ આધારકાર્ડમાં જન્મનું વર્ષ જ આપવામાં આવ્યું હોય તો તે ટીક કરવાનું રહેશે. હવે કોડ દાખલ કર્યા બાદ લિંક આધાર બટન પર ક્લિક કરી અને પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવી શકે છે.