વાંકાનેર: ગઈ કાલે મોરબી જીલ્લાના વાંકાનેર શહેરમા શહેર તેમજ તાલુકાના લોકોના સુખાકારી માટે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. 2022 વિધાનસભા ચૂંટણી સમયે વાંકાનેર વિધાનસભાના લોકો દ્વારા આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકી ને 54000 જેટલું મતદાન કરી પાર્ટીનો જુસ્સો વધારેલ આ બદલ પાર્ટીની પણ જવાબદારીના ભાગ રૂપે વાંકાનેરના લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા તેમજ ભ્રષ્ટ્રાચારીને ઘર ભેગા કરવા પાર્ટી કાર્યાલયનું ઓપનિંગ કરવામા આવ્યું છે.
આ કાર્યાલયે દરરોજ સવારે 10 થી 1 લોકો પોતાના પ્રશ્નો રજૂ કરવા આવી શકશે લોકોના પ્રશ્નોનુ તાત્કાલીક નિરાકરણ પણ લાવવામાં આવશે. આ સમયે મોરબી જીલ્લાના આગેવાનો પંકજ રાણસરિયા, મહાદેવભાઈ પટેલ, ચંદ્રકાંત વિરમગામા, અર્જુનસિંહ વાળા,પંકજ આદ્રોજા, વિરજીભાઈ ચાવડા, દિવ્યેશ મગુનીયા, રમેશ સદાતિયા, ચેતન લોરિયા તેમજ વાંકાનેરના આગેવાનો માણસીયા અલી હાજીસાહેબ, ગનીભાઇ બાદી, કાનજીભાઈ ગોરિયા, તોફિકભાઈ અમરેલિયા ,સમગ્ર વાંકાનેર આમ આદમી પાર્ટીની ટીમ તેમજ મોટી સંખ્યામા કાર્યકર્તા, સરપંચો તેમજ સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા…