વાંકાનેર: બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કળદા પ્રથાને લઈ ખેડૂતોમાં ખૂબ વિરોધનો માહોલ છે અને આ પ્રથા નાબૂદ થાય તે માટે AAP નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂતો પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે.

ગઈ કાલે આમ આદમી પાર્ટી બોટાદમાં કિસાન મહાપંચાયત ન કરી શકે તે માટે AAP ના નેતાઓને ડીટેઈન કરવામાં આવી રહ્યા હતા અને હાઉસ એરેસ્ટ કરવામાં આવી રહ્યા હતા, આ બાબતે “આપ” વાંકાનેર વિધાનસભા સહ-ઈન્ચાર્જ અર્જુનસિંહ વાળાએ તીખી પ્રતિક્રિયા આપી હતી,

વાંકાનેરના આપના કાર્યકરો રણછોડભાઈ થુલેટિયા, કાનજીભાઈ ગોરીયા, અલી હાજી સાહેબ, યાકુબભાઈ કડીવાર, પરબતભાઇ મેર, કાનજીભાઈ મકવાણા, ભૂપત ભાઈ ઉકેડીયા, હરજીભાઈ કાંજીયા, ગનીભાઈ બાદી સહિત સ્થાનીક આગેવાનોની અટક કરેલ હતી…
