વાંકાનેર શહેર નજીક આવેલ વધાસીયા ટોલનાકા પાસે કારખાનામાં રહેતા એક પરિવારની 14 વર્ષની સગીર દીકરીને એક મહિલા કોઇ કારણસર અપહરણ કરી ફરાર થઇ જતાં બાબતે સગીરાના પિતાએ મહિલા સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે આરોપી મહિલા સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ વધાસીયા ટોલનાકા પાસે આવેલ કારખાનામાં રહી મજુરીકામ કરતા એક પરિવારની 14 વર્ષની સગીર વયની દીકરીને આરોપી લલીતા ગુલાબસિંગ (રહે. અજનીયા ફાટક, કબર વસ્તી, પુનસા, મધ્યપ્રદેશ) નામની મહિલા લલચાવી ફોસલાવી કોઇ કારણસર અપહરણ કરી લઇ જતા બાબતે સગીરાના પિતાએ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે આરોપી મહિલા સામે આઇપીસી કલમ 363 મુજબ ગુનો નોંધી સગીરાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે…….