કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કતલખાને લઈ જવાતા અબોલ જીવને બચાવ્યા

રાતાવિરડાના શખ્સની ધરપકડ

વાંકાનેર: હળવદ તાલુકાના રાયધ્રા ગામ નજીકથી પસાર થઈ રહેલ બોલેરો પીકપ ગાડીને રોકીને ગૌરક્ષકો અને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી. ત્યારે તેમાંથી કતલખાને લઈ જવામાં આવી રહેલ આઠ અબોલ જીવ મળી આવ્યા હતા જેથી 3.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે.

હળવદના ગૌપ્રેમીઓને મળેલ હકીકત આધારે પોલીસને સાથે રાખીને રાયધ્રા ગામ નજીક વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબની બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે 36 એક્સ 1617 ચેક કરવામાં આવતા તેમાંથી સાત પાડા અને એક પાડી આમ કુલ મળીને

આઠ અબોલ જીવ કતલખાને લઈ જતાં હોવાનું સામે આવ્યું હતું જેથી 24 હજાર રૂપિયાની કિંમતના અબોલ જીવ તેમજ 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ 3,24,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અબોલ જીવને કતલખાને વેચાણ કરવા માટે બોલેરો ગાડીમાં ભરીને લઈ જતા વાંકાનેરના એક સહિત ત્રણ પૈકીનાં બે શખ્સને પકડવામાં આવ્યા હતા.

હળવદમાં આવેલ શિવ બંગલો સોસાયટી ખાતે રહેતા ભાવેશભાઈ ચંદુભાઈ ઠક્કર લોહાણા (47) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ભરતભાઈ બચુભાઈ સલાટ (33) રહે. રાતાવિરડા વાંકાનેર, ભરતભાઈ સેલાભાઈ સલાટ (26) રહે. કવાડિયા તાલુકો હળવદ અને રમેશ ભલજીભાઈ સલાટ રહે. માથક વાળાની સામે ગુનો નોંધવામાં આવે છે, જેમાંથી ભરતભાઈ બચુભાઈ સલાટ અને ભરત સલાટની ધરપકડ કરવામાં આવી છે જો કે, રમેશ નાસી છૂટેલ હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

 

Content Copying Forbidden !!

error: Content is protected !!