નુકશાનીની કોઈ ખબર મળેલ નથી
વાંકાનેર તાલુકામાં મોટાભાગના વિસ્તારોમાં ગઈ કાલે સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી મેઘરાજાએ હેત વરસાવ્યું છે. સરકારી ચોપડે 1 ઇંચ જેટલો (25 mm) વરસાદ પડયો છે.
મોરબી જિલ્લાના અન્ય તાલુકાની વાત કરીએ તો હળવદ પંથક કોરૂ ધાકડ રહ્યાનું સરકારી ચોપડે નોંધાયેલ છે. જ્યારે મોરબી તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધુ (84 mm) વરસાદ નોંધાયો છે. માળીયા તાલુકામાં માત્ર છાંટા (3 mm) પડયા હતા. તો ટંકારા તાલુકામાં બે ઇંચ જેટલો (48 mm) વરસાદ નોંધાયો છે.
નુકશાનીની કોઈ ખબર મળેલ નથી