રાજકોટના નામાંકીત ડોકટરોએ સેવા આપી
વાંકાનેર: અહીંના રાજકોટ રોડ પર આવેલ શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ખાતે શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ (રાજકોટ) તથા શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ટ્રસ્ટ (વાંકાનેર) ના સંયુકત ઉપક્રમે ફ્રી નિદાન તથા દવા વિતરણ માટેનો મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આ મેગા કેમ્પમાં એકસો ચાલીસથી વધુ દર્દીઓએ લાભ લીધો અને રાજકોટના નામાંકીત ડોકટરોએ સેવા આપી હતી. આ મેગા કેમ્પ ધારાસભ્ય શ્રી જીતુભાઇ સોમાણી તથાગાયત્રી શકિત પીઠના મહંતશ્રી અશ્વીનબાપુ રાવલ દ્વારા દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવેલ હતો.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખશ્રી પરેશભાઇ મઢવી તથા યુવા ભાજપ અગ્રણી શ્રી ચેતનગીરી ગોસ્વામી તથા શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ટ્રસ્ટ તથા શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ (રાજકોટ)ના ટ્રસ્ટીઓ, સદગુરૂ શિષ્ય પરીવારો તથા કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મેગા કેમ્પને સફળ બનાવવા બન્ને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા સદગુરૂ શિષ્ય પરીવારના અગ્રણીઓ સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.