વાંકાનેર: તાલુકાના તીથવા ગામથી ટોળના સીમાડે આવેલ દેણિયા વિસ્તારમાં વરસાદી માહોલમાં ચાર ખેડૂતોની વાડીએ ઓરડીનો નકુચો તોડી નાની- મોટી વસ્તુઓની અંદાજે 15 હજારની ચોરી થઈ છે. પ્રાથમિક અહેવાલ મુજબ તીથવાના ખોરજીયા ઇસ્માઇલ ઇબ્રાહિમે આપેલ માહિતી પ્રમાણે આ અંગેની પોલીસ ફરિયાદ લખાવેલ છે…





જેમની વાડીએથી ચોરી થઇ છે એમાં (1) ખોરજીયા અબ્દુલ અલીભાઈ (મેળીવારા) (2) ગઢવારા હુસેન આહમદ (શાકિર) (3) શેરસીયા સાહબુદીન મામદ જલાલ (કારીગર) અને (4) બરીયા ઇસ્માઇલ અમીનો સમાવેશ થાય છે…
