વાંકાનેર તાલુકાના દલડી ગામમાં ઝાડા ઉલ્ટીના 50 જેટલા કેસ થયાનું જાણવા મળે છે. આજે દલડી ગામમાં બે અલગ અલગ પ્રસંગો ઝિયારત અને લોબાનના ધાર્મિક પ્રસંગ બાદ ભોજન કાર્ય બાદ ફૂડ પોઈઝીનિંગની અસર થઇ હતી, જેમાં ગામ અને બહારગામના ઘણા લોકોએ શિરકત કરી હતી.


ભોગ બનનાર વાંકાનેર સરકારી દવાખાનામાં અને ડોક્ટર મિયાત્રાના દવાખાનામાં અને મહીકા ગમે પણ સારવાર માટે દાખલ થયાનું જાણવા મળે છે. વધુ વિગત મેળવાઈ રહી છે.
