છરી સાથે નીકળતા ધરપકડ
વાંકાનેર: આજ 26 ઓગસ્ટના સવારના ખાતે વાંકાનેર – 20 mm (એક ઇંચ જેટલો) વરસાદ પડયાના અહેવાલ છે. જો કે રાત્રીના વરસાદે વિરામ લીધો હતો. મોરબી જિલ્લામાં અન્ય તાલુકામાં સવારે 6થી 8 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદની વિગત નીચે મુજબ છે.



હળવદ – 09 mm
મોરબી – 16 mm
ટંકારા – 06 mm
માળીયા મી. – 00 mm
છરી સાથે નીકળતા
મોટા ભોજપરાના આરીફભાઈ હુશેનભાઈ કુંભાર (ઉ.વ.23) વાળાએ પોતાના કબ્જામા એક છરી જે હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવી લઈ જાહેરમાં નીકળતા મળી આવતા અધિક જિલ્લાગ મેજી.સા. મોરબી જિલ્લાના જાહેરનામા ક્રમાંક નં-જે/એમએજી/ ક.૩૭(૧) જા.નામુ/ વશી-૩૦૭/૨ ૦૨૪ તા.૩૦/૦૭/૨૦૨૪ નો હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધાયેલ છે. ઉપરાંત રાજકોટ રોડ મહાવીરનગર વડિયા વિસ્તારમાં રહેતા સુનિલ ઉર્ફે કટ્ટી કાળુભાઇ બાબરીયા પાસેથી એક ફૂટ જેટલી લાંબી છરી મળી આવતા તેમની સામે પણ કાર્યવાહી થઇ છે….
