એન.ડી.પી.એસ.ના ગુનામાં ફરાર આરોપીને એલસીબીએ પકડ્યો
વાંકાનેર: રેંજ આઇજી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના કરાયેલી હોય એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.પી.પંડયા તથા સ્ટાફ દ્વારા તે દિશામાં ચાલુ હતી દરમિયાનમાં એલસીબીના પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા કે.એચ.ભોચીયા તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના જયવંતસિંહ ગોહીલ, પુથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી સિટી બી ડિવી. પોલીસ મથકમાં નોંધાયેલ એનડીપીએસ એકટ કલમ ૮(સી), ૨૦(૨)બી ના ગુનામાં ફરાર આરોપી ભરતભાઈ રતીલાલભાઈ ચૌહાણ રહે. ધ્રાંગધ્રા ડાભી સોસાયટી, સીએનજી પંપ પાસે મુળ રહે.રાજપર તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતા તેમના સબંધી મનોજભાઈ દરજીના ઘરે આવવાનો છે તેવી ચોકકસ બાતમી મળતા પોલીસે તે જગ્યાએ તપાસ કરતા તે ગુનામાં ફરાર ભરતભાઈ રતીલાલભાઈ ચૌહાણ મળી આવતા તેને હસ્તગત કરીને મોરબી સિટી બી ડિવિઝન પોલીલ હવાલે કરાયો હતો.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો