તીથવામાં ભેલાણ
વાંકાનેર: અહીં શહેરમાં રહેતા પરિવારને બાઈકના વ્હીલમાં સાડીનો છેડો ફસાઈ જતા અને બાઈક સ્લીપ થતા બાળકો સહિતને ઇજા થયાનો બનાવ બન્યો છે જાણવા મુજબ આ પરિવાર કોળી સમાજનો છે અને નવપરામાં રહે છે ….
જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં રહેતા વિશાલભાઈ કાળુભાઈ રીબડીયા (25) તેમના પત્ની લતાબેન વિશાલભાઈ રીબડીયા (25) દીકરા દક્ષ (4) અને દેવાંશ (7)ને બાઈક ઉપર લઈને મોરબીની વાવડી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકના વ્હીલમાં સાડીનો છેડો ફસાઈ ગયો હતો જેથી બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં વિશાલભાઈ તથા તેના પત્ની અને બંને બાળકોને ઇજા થઈ હોવાથી ઇજા પામેલ ચારેય વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી…
તીથવામાં ભેલાણ
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા અહેમદરજાભાઇ હુશેનભાઇ શેરસીયા (42)એ હાલમાં રતાભાઇ શંકરભાઈ ભરવાડ રહે. તીથવા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તીથવા ગામની સોનિયા નામની ઓળખાતી સીમમાં તેઓની વાડી આવેલ છે અને તેઓની વાડી તથા સાહેદની વાડીમાં આરોપીએ પોતાની 51 ગાયો તથા 3 પાડીને લઈ જઈને ત્યાં જીરા તથા અજમાના વાવેતરમાં ચરાવી હતી અને બંને વાડીમાં ઉભા પાકમાં 95 હજાર રૂપિયાનું નુકસાન કર્યું છે આટલું જ નહીં પરંતુ ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે માલધારી સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.