અકસ્માત અને દારૂ અંગેના ગુન્હા
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રહેતા એક યુવાનને થયેલ અકસ્માતમાં ઇજા થઇ છે

આ બનાવ અંગે જાણવા મળેલ માહિતી મુજબ સરતાનપર રોડ ઉપર રહેતો હેમંતભાઈ તળશીભાઈ વીજવાડીયા (40) નામનો યુવાન
નાગડાવાસ ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે ગાળા અને નાગડાવાસ ગામ વચ્ચેના ભાગમાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ઇજા થઈ હોવાથી


ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવેલ છે.

દારૂ સાથે:
(1) અમરસર ધાર પર રહેતા અનિતાબેન મુકેશભાઈ જખાણીયા (2) પંચાસિયાના કંચનબેન કાંતિભાઈ કોંઢીયા (3) નવાપરા ધર્મનગરના કિરણબેન મહેશભાઈ લાભુભાઈ જોલાપરા અને (4) વાંકિયા-2 માં રહેતા બહાદુર નરશીભાઈ વાજેલિયા અને (5) તીથવાના મનીષાબેન કરમણભાઇ જખાણીયા દેશી દારૂ સાથે ઝડપાયા
પીધેલ:
(1) વાંકાનેર નવા બસ સ્ટેન્ડ પાસે રહેતા અશોક કાનજીભાઈ સરાવાડીયા (2) નવાપરા રામાપીરના મંદિર પાસે રહેતા મનુભાઈ તેજાભાઈ બારૈયા (3) નવાપરાના રાજેશ ખેંગારભાઈ બાવળીયા (4) પંચાસર રોડ વિધાતા પોટરી સામે રહેતા દિનેશ પ્રેમજીભાઈ સરાવાડીયા (5) નવા રાજાવડલાના સંજય ગોવિંદભાઇ શેટાણીયા અને (6) વાલાસણના દાઉદ જીવાભાઈ દલપોત્રા પીધેલ પકડાયા છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો



