કેબિનનો છુંદો બોલી ગયો
વાંકાનેર: તાલુકાના ગારીડા ગામ પાસે હાઇવે પર એક ટ્રક અંધારામાં ઉભો હોઈ પાછળથી ટેન્કર અથડાતા ટેન્કરની કેબિનનો ભુકકો બોલી ગયો હતો, અને ઉત્તરપ્રદેશના રહીશ ચાલકના પગ છુંદાઈ જતા હાલ અમદાવાદ હોસ્પિટલમાં સારવારમાં છે….
જાણવા મળ્યા મુજબ ગુવાવા ગામ તહ. ગૌરીગંજ જી.અમેઠી ઉત્તરપ્રદેશના મોહમદ જીબરાઇલ મોહમદમજીદ (ઉ.વ.૩૬) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૩૦/૦૩/૨૦૨૫ ના રોજ અમારી કંપનીનો ટ્રક ટેન્કર રજી નંબર. GJ-12-BX-7279 વાળો ભીમાસર ગાંધીધામ ખાતે કેમીકલ ભરીને રાત્રીના સાડા અગ્યારેક વાગ્યાની આસપાસ હુ વાંકાનરથી આગળ ગારીડા ગામ પાસે હાઇવે રોડ પર પહોચેલ અને તે વખતે રોડ ઉપર અંધારામા રોડની જમણી બાજુ ડિવાઇડર પાસે એક ટ્રક રજી નંબર GJ-36-V-52 86 વાળો ઉભો હોય જેની
સાઇડ લાઇટ ચાલુ ન હોય તેમજ કોઇપણ પ્રકારની આડાસ મુકેલ ન હોય તે ટ્રક સાથે પાછળના ભાગે મારો ટ્રક ટેન્કર અથડાતા મારા ટ્રક ટેન્કરનો કેબીનનો ભાગ અકસ્માત થતા છુંદાઈ ગયેલ અને હુ કેબીનમા અંદર ફસાઇ ગયેલ ત્યારે આજુબાજુમાથી માણસો આવી જતા મને કેબીનમાથી બહાર કાઢેલ અને મને ૧૦૮ એમ્બયુલન્સમા પ્રથમ વાંકાનર અને બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરેલ અને ત્યાં રાજકોટ સ.હો ખાતે અમારી કંપનીના હિતેષભાઇ ડાંગર આવી ગયેલ મને વધુ સારવાર અર્થે રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવતા મને સારવારમા દાખલ કરેલ છે પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…