કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

એમ્બયુલન્સ અને મોટરસાયકલ વચ્ચે સિંધાવદર પાસે અકસ્માત

મળેલી પ્રાથમિક માહિતી મુજબ મોટરસાયકલ સવાર ખીજડીયા ગામના: બેને ઇજા અને એક ગંભીર

વાંકાનેર: કુવાડવા રોડ પર સિંધાવદર નજીક રાજકોટ તરફથી આવતી એમ્બયુલન્સ સાથે ટ્રિપલ સવાર મોટરસાયકલનું અકસ્માત થતાં બે ને ઇજા થઈ છે, જેમાં એકની હાલત ખૂબ ગંભીર હોવાની માહિતી મળી છે.

મળેલી માહિતી મુજબ કુવાડવા રોડ પર સિંધાવદર પહેલા રાજકોટ ડેરીના સીલીંગ સેન્ટર અને વડાળના નાલા વચ્ચે એમ્બયુલન્સ અને ટ્રિપલ સવાર મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત થતા બેને ઈજા પહોંચી છે. જેમાં એકની હાલત ખૂબ ગંભીર હોવાનું કહેવાય છે, ઇજાગ્રસ્તોને ને ફોન કરીને 108 મારફત વાંકાનેર ખસેડવામાં આવેલ છે. 

ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો

મળેલી પ્રાથમિક માહિતી મુજબ ટ્રિપલ સવાર મોટરસાયકલમાં બે યુવાનો અને એક મહિલા હતા, જેમાંથી નાની મોટી બધા ને ઈજા થઇ છે; પરંતુ મહિલા ને થોડી ઓછી ઇજા થયેલ છે. જ્યારે એક યુવાનની હાલત ખૂબ ગંભીર છે, જેમને મહિલા પોતાના ખોળામાં માથું રાખી બેઠા હતા અને મોઢું ઢાકેલું હતું. મોઢા પર ગંભીર ઇજાઓ થયેલ છે. મળેલી માહિતી મુજબ તેઓ ખીજડીયા ગામના છે.

વધુમાં એકસીડન્ટ સ્થળ જોતા એમ્બયુલન્સ રાજકોટ તરફથી વાંકાનેર આવતી હતી અને મોટરસાયકલ વાંકાનેરથી સિંધાવદર તરફ જતું હતું. સ્થળ પર એમ્બયુલન્સ રોંગ સાઈડમાં હતી. એમ્બયલન્સમાં કોઈ દર્દી ન હતું. આમ છતાં ફૂલ સ્પીડમાં હતી અને સામેથી આવતા મોટરસાયકલ સવાર ને હડબેઠે લીધાની લોકોમાં ચર્ચા થતી. એમ્બ્યુલન્સ ડ્રાઇવર એમ્યુલન્સ છોડીને ભાગી ગયો હોવાની લોકો તરફથી માહિતી મળી છે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!