કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જોધપર બ્રીજ ઉપર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત

જોધપર બ્રીજ ઉપર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત

વાંકાનેર કોર્ટમાં મુદતે આવેલ

ડમ્પર ચાલકે પાછળ જોયા વગર કાવુ મારેલ

વાંકાનેર: અહીં કોર્ટ મુદતે આવેલ જોધપર ગામ બ્રીજ ઉપર ડમ્પર અને આગળ ટ્રક જતો હતો, ટ્રક ડમ્પરથી આગળ નીકળી જતા સાઇડ કાપવા હતા, તે વખતે ડમ્પર બેદરકારી પુર્વક ચલાવી પાછળ જોયા વગર કાવુ મારતા બલેનો ગાડી સાથે અથડાવતા પ્લટી મારી જતા રાજકોટના એક શખ્સ તથા તેના પુત્રને મુંઢ ઇજા થયાની ફરિયાદ થઇ છે….
જાણવા મળ્યા મુજબ રાજકોટ કાલાવાડ રોડ પર રહેતા સંજયભાઈ મુળુભા સોલંકી (ઉ.વ.૫૪) એ ફરિયાદમાં લખાવેલ છે કે તા. ૩૦/૦૧/૨૦૨૬ ના રોજ વાંકાનેર કોર્ટ ખાતે મુદત હોય જેથી અગ્યારેક વાગ્યાના અરશામા જોધપર ગામ બ્રીજ ઉપર પંહોચતા આગળ

ડિવાઇડર સાઈડમાં એક ડમ્પર રજી નંબર. જોતા GJ-13-AX-5990 જતુ હોય અને અમારા થોડા આગળ એક ટ્રક જતો હોય જે ટ્રક આ ડમ્પરથી આગળ નીકળી જતા મારા દિકરાએ આગળ જતા ટ્રકની સાઇડ કાપવા જતા આ વખતે ડમ્પરના ચાલકે ડમ્પર પુરઝડપે

બેદરકારી પુર્વક ચલાવી પાછળ જોયા વગર કાવુ મારતા આ ડમ્પરનો ખાલી સાઇડનો આગળનો કેબીનનો ભાગ અમારી બલેનો ગાડી સાથે અથડાતા અમારી ગાડી પ્લટી મારી ગયેલ અને ડિવાઇડ કુદી રોડની સામેની સાઇડમાં જતી રહેલ અને આ વખતે મને ડાબી સાઇડના

પડખામા દુખાવો થતો હતો તેમજ મારા દિકરા દિવ્યરાજને માથાના ભાગે ઇજા થયેલ હોય કાનમાથી લોહી નીકળતુ હતુ, ડમ્પર થોડા આગળ ઉભુ રાખેલ હોય ત્યાં વધુ માણસો ભેગા થઇ જતા આ ડમ્પરનો ચાલક પોતાનુ વાહન લઇને નાશી ગયેલ હતો, ૧૦૮ એમ્બયુલન્સમાં પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે અને પછી સારવાર માટે વોકહાર્ડ હોસ્પિટલ રાજકોટ ખાતે લઇ ગયેલ, પોલીસ ખાતાએ ગુન્હો.બી.એન.એસ કલમ ૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી), તથા એમ વી એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!