તપાસ થશે?
ટેન્કર અને આઇસર વચ્ચે અકસ્માત થયો હતો
વાંકાનેર: મળેલ માહિતી મુજબ તા ૧૩ માર્ચ ના રોજ સવારે મહીકા ગામ નજીકના હાઇવે પરથી વાંકાનેર બાજુથી એક ટ્રક ટેન્કર નંબર GJ 12 BW 7013 આવતો હતો એ જે સમયે રાજકોટ બાજુથી એક આઇસર ટ્રક નંબર GJ 36 V 4409 આવતું હતું બને સામસામે આવી રહ્યા હતા, 


હાઇવે ઓથોરિટી ટીમે હાઇવે વચ્ચો-વચ્ચ પ્લાસ્ટિકને બદલે સિમેન્ટનું બેરીકેટ મૂકી દીધું હોવાથી બંને વાહન ચાલકને રેડિયમ કે કોઈ લાઈટ બેરીકેટ પર ન હોવાથી દેખાયું ન હતું, બંન્ને વાહન ચાલક સિમેન્ટના બેરીકેટ સાથે વાહન અથડાઈ ન જાય એ માટે સ્ટેરીંગ ઘુમાવું પડ્યું; પરિણામે બન્ને વાહન અથડાયા આઈસર ગાડી પલ્ટી મારી ગઈ તો ટેન્કરને કેબિનના ભાગમા મોટું નુકશાન થઈ હતું, હાઇવે ઓથોરિટી ટીમે પોતાની બેદરકારી છુપાવવા સિમેન્ટનું બેરીકેટ તાત્કાલિક હટાવી બીજા પ્લાસ્ટીકના બેરીકેટ લગાવી દીધા હતા, વાહનનોની મોટી નુકશાની કોણ ભોગવશે? બેરીકેટ રાખવું હતું તો રેડિયમ સાથેનું પ્લાસ્ટિકનું રાખવું હતું, તેમજ થોડું ક્રોસમાં રાખવું હતું, રોડ વચ્ચો-વચ્ચ એકદમ આડુ રાખ્યું એમાં વાહન માલિકોને નુકશાની ભોગવવાનો વારો આવ્યો, તપાસ થશે?
