કૃષિ સહિતની નવી યોજના : જયેશ રાદડીયા
જીલ્લા બેંકની સામાન્ય સભામાં 15 ટકા ડીવીડન્ડની ધોષણા
થાપણ – ધિરાણ વઘ્યા
રાજકોટ જીલ્લા બેંક સહિત જીલ્લા લેવલની 7 સરકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા સહકાર મંત્રી અમીત શાહના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. રાજકોટ જીલ્લા સહકારી બેંકની 66મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન જયેશભાઇ રાદડીયાના અઘ્યક્ષસ્થાને મળી હતી. જેમાં જીલ્લાની સહકારી સંસ્થાઓના પ્રતિનીધીઓ આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં. સાધારણ સભામાં બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ બેંકનો સને 2024-25ના વર્ષનો ચોખ્ખો નફો રૂ.125 કરોડ થયાની અને સભાસદોને 15 ટકા ડિવીડન્ડ આપવાની જાહેરાત કરી હતી.
આ વાર્ષિક સાધારણ સભામાં 15 વર્ષથી વધુ સેવા આપનાર પ્રમુખોનું શિલ્ડ-પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા તેમજ બેંકની અકસ્માત વિમા યોજના અન્વયે અકસ્માતે અવસાન થયેલ 20 સભાસદોના વારસદારોને રૂ.10-10 લાખના ચેક તથા વિઠ્ઠલભાઇ રાદડીયા મેડીકલ સહાય યોજના હેઠળ 15 હજારના ચેક મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવેલ. વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતા ચેરમેન જયેશભાઇ રાદડીયાએ જણાવેલ કે ખેડુતોના સારા-માઠા દરેક પ્રસંગમાં મદદ માટે રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક કાયમી ધોરણે અડીખમ ઉભી રહી છે અને તેથી જ ખેડુતોએ આ બેંકને `અદના આદમીની અડીખમ બેંક’ નામ આપ્યું છે. બેંકની લોન્ચ કરેલ સ્કીમોની માહીતી આપતા ચેરમેન જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે, ધિરાણ લેતા સભાસદોની હાલ રૂ.10 લાખની અકસ્માત વિમા પોલીસી લેવામાં આવે છે. તેમાં રૂ.5 લાખનો વધારો કરી રૂ.15 લાખની દેવામાં આવશે. સન 25/26ના વર્ષના ખરીફ કે.સી.સી. શાખામાં 10 ટકા જેવો વધારો કરતા આ વર્ષે રૂ.4100 કરોડ ધીરાણ થયેલ છે.
વિઠ્ઠલભાઇ રાદડીયા મેડીકલ સહાય રૂ.15 હજારાં 10 હજારનો વધારો કરી રૂ.25 હજાર, કૃષિ તત્કાલ લોન મર્યાદા રૂ.5 લાખ છે. તેમાં રૂ.2 લાખનો વધારો કરી રૂ.7 લાખની લોનની જાહેરાત, એજયુકેશન લોન રૂ.35 લાખની લોન મર્યાદામાં રૂ.5 લાખનો વધારો કરી રૂ.40 લાખ કરવાની જાહેરાત મંડળીના મંત્રીઓને પ્રોત્સાહન મળે તે માટે બેંક લોન મેળવતી દરેક ખેતી વિષયક મંડળીઓના મંત્રીને પ્રોત્સાહીત રકમ રૂ.7500 અપાશે. વર્ષોથી બેંકનું નેટ એનપીએ 0 ટકા અને વસુલાત 99 ટકા ઉપર છે. નાબોર્ડ તરફથી બેંકને નાબોર્ડ તરફથી પાંચ વખત બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ મળેલ છે. રાજકોટ જીલ્લા સહકારી બેંકે સહકારી ક્ષેત્રમાં નવા જ આયામો હાંસલ કર્યા છે આ બેંકે ખેડુતોને કેસીસી ધિરાણમાં કરોડો રૂપીયાની વ્યાજ માફી આપવા ઉપરાંત મંડળીઓને કેસીસી ધિરાણમાં 1.25 ટકા માર્જીન આપવા છતાં રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકે રૂ.269 કરોડનો ગ્રોસ નફો અને રૂ.125 કરોડનો ચોખ્ખો નફો કરેલ છે તે કોઇ નાની સુની વાત નથી. આ બાબત જ બેંક અને ખેડુતો વચ્ચેનો મજબુત સબંધોનો પુરાવો છે.
ગ્રામ્ય વિસ્તારના તમામ સ્તરના લોકો, ખેડુતો અને શ્રમીકોનો આ બેંક ઉપર અદભુત વિશ્વાસ સંપાદીત કરી બેંકને વટવૃક્ષ બનાવવામાં અને દેશની ટોચની સહકારી સંસ્થાઓમાં બેંકનું સ્થાન પ્રથમ નંબરે અંકિત કરવામાં સિંહફાળો આપી ખેડુતો માટે રાત-દિવસ અથાગ પરીશ્રમ કરનાર શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાની રાહબરીમાં આ બેંકે જે વિકાસ અને વિશ્વાસ સંપાદીત કરેલ છે તે ભવિષ્યમાં પણ જળવાઇ રહે તે આપણી સૌની સહીયારી જવાબદારી છે. ખેડુતોને આર્થિક વ્યવહારોમાં મુશ્કેલી પડે નહીં તે માટે બેંકની 199 શાખાઓ મારફત ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે તમામ સવલતો આપવા પણ બેંક કટીબઘ્ધ છે. તેમ જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું…
