કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ઈ-શ્રમ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે

જાણો અરજી કરવાની પ્રક્રિયા: 28 કરોડથી વધુ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું

રિક્ષાચાલકો, શેરી વિક્રેતાઓ, દૂધવાળા, ચા વેચનાર, ઘરે કામ કરતા લોકો, મજુરો વગેરેને આ યોજનાનો લાભ મળી શકે 

E-Shram Portal: આ પોર્ટલ દ્વારા સરકાર દેશમાં કામ કરતા મજુરોનો ડેટા તેમની પાસે રાખે છે, અને પછી જરૂર પડે ત્યારે તેમને આર્થિક મદદ પૂરી પાડે છે. 

સરકાર આ પોર્ટલ પર નોંધાયેલા તમામ લોકોને 2 લાખ રૂપિયા સુધીના વીમાનો લાભ આપે છે. આ યોજના હેઠળ, ઘણા પ્રકારના અસંગઠિત લોકો જેમ કે રિક્ષાચાલકો, શેરી વિક્રેતાઓ, દૂધવાળા, ચા વેચનાર, ઘરે કામ કરતા લોકો, બાંધકામ સાઇટ પર કામ કરતા મજુરો વગેરેને આ યોજનાનો લાભ મળી શકે છે. 

આ યોજના માટે ફક્ત 18 થી 59 વર્ષની વયના લોકો જ નોંધણી કરાવી શકે છે. આા યોજના હેઠળ દરેક વ્યક્તિને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે. જો કોઇ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય છે તો તેના પરિવારને 2 લાખનું ક્વર મળશે. જ્યારે આંશિક રીતે વિકલાંગ વ્યક્તિને 1 લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે. 

અત્યાર સુધીમાં આ પોર્ટલ પર 28 કરોડથી વધુ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આમાં અરજી કરવા માટે, યોજનાના પોર્ટલ પર જઈને નોંધણી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.  

નોંધણી માટે, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર, મોબાઇલ નંબર જેવા જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે. જો આ દસ્તાવેજો ન હોય તો યોજનામાં અરજી કરી શકતા નથી. 2 લાખ રૂપિયા મળવા ઉપરાંત સરકાર સમયાંતરે કામદારોને હપ્તાનો લાભ પણ આપે છે. યોજનામાં અરજી કર્યા પછી, તમે યોજનાના પોર્ટલ પરથી ઇ-લેબર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

Content Copying Forbidden !!

error: Content is protected !!