વાઘગઢમાં સાત વર્ષના બાળકને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો
વાંકાનેર: તાલુકાના ભલગામ પાસે રોડ ક્રોસ કરતા વીશ વર્ષના યુવાનનો અકસ્માત થયો છે અને ટંકારા તાલુકાના વાઘગઢની સીમમાં આવેલ વાડીએ સાત વર્ષના બાળકને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યાનો બનાવ બન્યો છે…..
મળેલ માહિતી મુજબ ભલગામ પાસે રોડ ક્રોસ કરતા રાજેશભાઈ ઉકાભાઈ રાઠોડ (20) નામના યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો, જેમાં તે યુવાનને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા છે, અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઈજાગ્રસ્ત મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ દરગાહ નજીક રહે છે…જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વાઘગઢ ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મુકેશભાઈ ડાભોરના સાત વર્ષના દીકરા અનિલને વાડીએ રમતો હતો ત્યારે ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં
તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં મળતી માહિતી મુજબ બાળક ઘર પાસે વાડીએ રમતો હતો ત્યારે રમતા રમતા તેને કોઈ કારણસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા છે…