બંને અલગ અલગ બનાવ
વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામે રહેતા આઘેડના ખુંટીયો આડો ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું અને વીરપરના બાળકને બાઇક સ્લીપ થતા ઇજા થઇ હતી….

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના મેસરીયા ગામે રહેતા મોમૈયાભાઈ રામભાઈ ખાંભલા (ઉ.૬૮) બાઈકમાં જતા હતા ત્યારે અચાનક વાડી વિસ્તારમાં ખુંટીયો આડો ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું જેમાં ઈજા થતા સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા હતા…

બીજા બનાવમાં માટેલ પાસેના વીરપર ગામે બહુચર માતા મંદિર પાસે રહેતા ઘેલાભાઈ ખોડાભાઈ દેકાવાડિયા નામનો ૧૧ વર્ષનો બાળક બાઇક પાછળ બેસીને જતો હતો ત્યારે ભીમગુડા ચોકડી પાસે રસ્તામાં ઢોર આડુ ઉતરતા બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો. જેમાં તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઇ જવાયો હતો…
