કેનાલ પાસેના બનાવમાં માથકીયા કુટુંબના વૃદ્ધ ઘવાયા
વાંકાનેર: તાલુકાના અરણીટીંબા ગામ પાસે બાઈક આડે રોજડુ આવ્યું હતું, જેથી અકસ્માત થતા ઇજા પામેલાને વ્યક્તિને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે…
જાણવા મળ્યા મુજબ અરણીટીંબા ગામે રહેતા હબીબભાઈ જીવાભાઇ માથકિયા (ઉ.63) નામના વૃદ્ધ અરણીટીંબા ગામ નજીક આવેલ કેનાલ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે રોજડુ ઉતર્યું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હબીબભાઈ માથાકિયાને ઈજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે…