ઘુનડા (સ.) થી નવાગામ જતા રસ્તે બાઈક સ્લીપ
વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલા વઘાસીયા નજીકના ટોલનાકા પાસે રાણેકપર નજીક હાઇવે પર એકટીવાને ટ્રેલર ચાલકે હડફેટે લીધુ હતુ. જે બનાવમાં મયુર અમિતભાઈ મકવાણા અને પુષ્પાબેન મયુરભાઈ મકવાણા રહે. બંને સોઓરડીને ઇજાઓ થતા બંનેને મોરબી સિવિલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.


તેમજ ટંકારાના ઘુનડા (સ.) થી નવાગામ જતા રસ્તે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા પામેલા નિલેશ વશરામભાઈ હણ (ઉંમર 30) રહે. લખધીરનગર તા.જી.મોરબીને મોરબીની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યારે વાંકાનેર નજીકના ઢુવા ગામે આવેલા ઇયાન નામના સિરામિકમાં મોડીરાત્રીના યુનિટ ખાતે કામ દરમિયાન મારામારીનો બનાવ બન્યો હતો અને તેમાં રાજેશ્વર શક્તિસિંહ (25) નામના યુવાનને સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યો હતો…
