મિલ પ્લોટમાં ધોકાથી માર માર્યો
વાંકાનેર: તાલુકાના રાતીદેવડી ગામ પાસે વાહન અકસ્માતનો અને મિલ પ્લોટ વિસ્તારમાં ધોકા વડે માર મારવામાં આવ્યો હોવાના બનાવો બન્યા છે….
વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ પાસે વાહન અકસ્માતબનેલા બનાવમાં વાહનના ચાલકે બાઇકને હડકેટે લેતા હંસરાજભાઈ નરસિંભાઈ કોબીયા (રહે.કોઠારીયા-વાંકાનેર) નામના ૩૭ વર્ષના યુવાનને ઈજાઓ પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને મોરબી સિવિલે સારવાર માટે લઇ જવામાં આવ્યો છે…
મિલ પ્લોટમાં ધોકાથી માર માર્યો
વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પાસે થાનના ધારેશ્વર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ રવજીભાઈ વાઘેલા (23) નામનો યુવાન હતો, ત્યારે સામેવાળા અજાણ્યા માણસો દ્વારા ઝઘડો કરીને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે…