વાંકાનેર: તાલુકાના સિંધાવદર રહેતા મોમીન પરિવારના બાપ-દીકરો ટંકારાથી મોટર સાયકલ લઇ પરત ફરતા રીક્ષા સાથે દીકરાનો અકસ્માત થયેલ છે
આ બનાવ બાબતે સિંધાવદરના મકબુલહુશેન મામદભાઈ શેરસીયા (ઉ.વ.૪૫) મો. નં. ૯૯૭૯૫ ૭૧૫૧૬ વાળાએ ફરીયાદ લખાવેલ છે કે તેમના બે દીકરા શાઈર તથા નાનો દીકરો મોહમદનવાઝ છે, જેમાંથી શાઇર સાથે તા.૦૬/૦૫/૨૦૨૪ ના ટંકારા ખાતે ઇલેકટ્રીશનનું કામ રાખેલ હોઈ સાંજના સાતેક વાગ્યાના અરસામાં
મોટર સાયકલ પર શાઇર તેનું હીરો હોન્ડા પ્લેઝર રજી.નં. GJ-03-CH-1587 વાળુ લઈને સિંધાવદર ખાતે જવા માટે નીકળેલ હતા. શાઈર પિતા મકબુલહુશેનથી આગળ જતો હતો અને પોતે પ્રતાપગઢ વાળા રસ્તેથી નીકળેલ. બાદ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં
પીપળીયારાજ રોડ પર દુકાન ધરાવતા ઈસ્માઈલભાઈ મહમદભાઈ બાવરા પીપળીયારાજવાળાનો ફોન આવેલ કે ઈરફાનભાઈ રાજેભાઈ શેરસીયા સ્વરાજ ડેરી વાળાના ખેતર પાસે સીએનજી રીક્ષા રજી.નં. GJ-36- W-1392 સાથે શાઈરનો અકસ્માત થયેલ છે અને એમને વાંકાનેર પીર મશાયખ હોસ્પિટલ લઈ જઈએ છીએ, જેથી
ફરિયાદી હોસ્પિટલ ખાતે પહોંચેલ. શાઇરને માથામાં, જમણી આંખમાં તથા જમણા પગમાં ઈજા થયેલ હતી. પ્રાથમિક સારવાર આપી રાજકોટ રીફર કરતા ત્યાં આઇસીયુ વોર્ડમાં દાખલ કરેલ છે બાદ ઇસ્માઈલભાઇએ વાત કરેલ કે પોણા આઠ વાગ્યે હું તથા અસરફ અલીભાઈ બાવરા તથા યાસીન અલાઉદીનભાઈ શેરસીયા એમ બધા પીપળીયારાજ રોડ પર દુકાને હતા ત્યારે જાણ થયેલ કે
અકસ્માત વાળી સીએનજી રીક્ષા રજી. નં.G J-36-W-1392 વાળી સાઈડમાં ઉતરી ગયેલ હતી અને તેનો ચાલક સાઈડમાં ઉભેલ હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરેલ હતો. ચાલકે પોતાની રીક્ષા સીંગલપટ્ટી રોડ પર વધુ સ્પીડમાં ચલાવી ગંભીર ઈજા પહોંચાડેલ હોઈ આ સીએનજી રીક્ષા ચાલક વિરૂધ્ધ ધોરણસર થવા ફરીયાદ થઇ છે. જાણવા મળ્યા મુજબ રિક્ષાવાળો વાલાસણનો હતો
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
વાંકાનેર બસ સ્ટેન્ડ પાછળ આરોગ્યનગરમાં રહેતા જીવણ ધીરુભાઈ પીપળીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
ઓળ ગામના રઘુ નથુભાઈ વિંઝવાડિયા પીધેલ પકડાયા