ગેસનો બાટલો ભરાવવા જતા બનેલો બનાવ
વાંકાનેર: વાંકાનેરના નવાપરા તાવડીના કારખાના પાસે રહેતા નવઘણભાઇ કાળુભાઇ દેત્રોજા જાતે કોળી (ઉ.વ. ૩૨) વાળાએ ફરીયાદ લખાવી છે કે પોતે સીરામીક કારખાનામા મજુરી કરે છે. સંતાનમા દીકરો રાહુલ અને દીકરી જાનવી છે. પોતે ગઈ તા.૦૬/૧૨/૨૦૨૩ ના સવારના પોતાના સાળા મુકેશભાઈ દીનેશભાઈ જાટનુ હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં.GJ 03 HB 8822 વાળુ લઇને ગેસનો બાટલો ભરાવવા જતા હતા
ત્યારે નવા પંચાસર ગામ જવાના રસ્તે પહોચતા ગામમાથી આવતી એક યુટીલીટી પીકઅપ બોલેરો નં. GJ-36-T-3761 એકદમ રોડ ઉપર આવવા દઇ મોટર સાયકલ સાથે ભટકાડતા જમણા પગમા લાગેલ. જેથી ફરિયાદીના પિતાજી કાળુભાઈ મેરૂભાઈ દેત્રોજા, પત્ની રંજનબેન અને નાના ભાઈ રાજેશભાઈ ત્યા આવી ગયેલ. ઇજા થતા વાંકાનેર ખાનગી દવાખાને સારવારમાં લઈ આવેલ હતા. ડોકટરે ઓપરેશન કરી જમણા પગે નળાના ભાગે ફેકચર થયેલનુ જણાવેલ
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો