વાંકાનેર: વાંકાનેર – મોરબી હાઇવે ઉપર એક્સેસ મોટર સાયકલ લઈને મહીકા ભાણેજની ખબર કાઢવા આવતા રસ્તામાં અકસ્માત સર્જાયો છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર – મોરબી હાઇવે ઉપર એક્સેસ મોટર સાયકલ લઈને ધનજીભાઈ દેવજીભાઈ જાદવ અને તેમની પુત્રી દુર્ગાબેન રહે. મારુતિ પ્લોટ, સો ઓરડી મોરબી વાળા વાંકાનેરના મહિકા ગામે ભાણેજ રોહિતની ખબર પૂછવા જતા હતા ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે લાલપર નજીક મોટર સાયકલની પાછળ ઠોકર મારતા પિતા અને પુત્રીને ઇજાઓ પહોંચતા અકસ્માતના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી….