માર્કેટિંગ યાર્ડ રવિવારથી દસ દિવસ બંધ
વાંકાનેર- મોરબી રોડ પર મકનસર ગામ પાસેથી બાઈક લઈને આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે પાછળથી તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી
તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકો પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે…
વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા ધરમશીભાઈ દેવશીભાઈ ટેકાણીયા (55) નામના આધેડ બાઈક લઈને વાંકાનેર-મોરબી હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી તેઓના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા
અકસ્માતો બનાવ બન્યો હતો જે બનાવમાં ધરમશીભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસન્ જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે…
માર્કેટિંગ યાર્ડ રવિવારથી દસ દિવસ બંધ
વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટ ચૌધરીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે આગામી તારીખ 27/10/2024 ને રવિવારથી દિવાળીઓની રજા શરૂ થશે જે આગામી તારીખ 5/11/2024 સુધી રહેશે .આમ 27મી ઓક્ટોબરથી 5મી નવેમ્બર સુધી એટલે કે દસ દિવસ સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે.જેમની લાગતા વળગતા હોય એ નોંધ લેવી…