ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા અનુભાઈ અરજણભાઈ ગારબી (40) મોરબીથી રાજકોટ હાઇવે રોડ ઉપર થઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે વીરપર ગામ નજીક બા ની વાડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર
માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી જો કે, બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે
બીજા બનાવમાં સજનપર ગામે રહેતા વેલજીભાઈ નરબેરામભાઈ ઘોડાસરા (58) મોરબીના શનાળા રોડે રત્ન કલા કારખાના નજીકથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેઓને અજાણ્યા બાઇક ચાલકે ઠોકર મારી હતી જેથી તેમને ડાબા હાથે ફેકચર જેવી ઇજા થતા તેને સારવાર માટે
મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી