
વાંકાનેર : વાંકાનેર – મોરબી હાઇવે ઉપર નર્સરી ચોકડી નજીક બાઈક સ્લીપ થઈ જતા આદિવાસી ખેત શ્રમિક સુરેશ ચમારભાઈ વાસકેર નામના યુવાનનું મૃત્યુ નિપજતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મકતાનપર ગામ તરફ જવાના રસ્તા ઉપર વીજ કંપનીના સબ સ્ટેશન પાસે રોડ સાઈડમાં પોલીસે ઇકો ગાડીને ચેક કરી હતી, ત્યારે તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 355 બોટલો મળી આવી હતી. જેથી દારૂ અને ઈકો ગાડી મળીને પોલીસે 4,48,425 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. અજાણ્યા શખ્સની સામે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બીજી ફરિયાદમાં વીરપર ગામે રહેતા મહીપતભાઇ ચતુરભાઇ દેકાવાડીયાના રહેણાંક મકાનના નવેરામાં રેઇડ કરી દેશી પીવાનો દારૂ બનાવવાનો રૂ.૧,૨૦૦/-ની કિંમતનો ૬૦૦ લીટર ઠંડો આથો તથા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૩,૮૧૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી મહીપતભાઇ ચતુરભાઇ દેકાવાડીયા સ્થળ પર હાજર નહિ મળી આવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.