ઘણા સમાજ એવા છે કે દીકરીને ઝાઝા ટોળા સોનુ આપતા હોય છે, જો ઓછું આપે તો ટીકાને પાત્ર બને છે
તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલા ગ્રામ સોનું રાખી શકો છો? તમે કેટલા ગ્રામ સોનું રાખો છો તે અંગે આવકવેરા વિભાગ તમારી પૂછપરછ કરી શકે છે અને જો તમે પુરાવા ન આપી શકો તો તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે. આવકવેરા વિભાગે ઘણાં વર્ષોથી ઘરમાં સોનું રાખવાનો નિયમ બનાવ્યો છે.
આવકવેરા વિભાગ ઘણા વર્ષોથી માની રહ્યું છે કે પરિણીત મહિલા 500 ગ્રામ સોનું પોતાની પાસે રાખી શકે છે. આટલું સોનું રાખવા પર કોઈપણ પ્રકારની પૂછપરછ કરવામાં આવશે નહીં. જ્યારે અપરિણીત મહિલા પોતાના ઘરમાં 250 ગ્રામ સોનું રાખી શકે છે.
પુરૂષોની વાત કરીએ તો પુરૂષો પોતાની સાથે 100 ગ્રામ સોનુ રાખી શકે છે. આટલું સોનું રાખવું ગેરકાયદેસર ગણાશે નહીં. જો કોઈને આનાથી વધુ સોનું મળે છે, તો આવકવેરા વિભાગ તેના પર કાર્યવાહી કરે છે. ખાસ કરીને જ્યારે લોકો આનાથી વધુ સોનું રાખવાના પુરાવા રજૂ કરી શકતા નથી. જો તમે આનાથી વધુ સોનું રાખ્યું હોય અને તમારી પાસે તેના પુરાવા હોય તો આવકવેરા વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી.