ઓક્ટોબર મહિનામાં પાછોતરો વરસાદ પણ ભરપૂર રહેવાની શક્યતા
વાંકાનેર: વર્ષોથી હોળીની જ્વાળાઓ જોઈને આગામી ચોમાસાનું અનુમાન કરવામાં આવે છે ત્યારે ગઈ કાલે
હોળી પ્રાગટય સાથે પશ્ચિમનો પવન રહેવાની સાથે જ્વાળાઓ નૈઋત્ય દિશામાં ઘુમાવ રહેતા ઓણ સાલ વરસાદ વહેલો હોવાનું અનુમાન જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું હતું,
સાથે જ ઓણનું વર્ષ ભરપૂર રહેવાની શક્યતાઓ પણ તેમને વ્યક્ત કરી હતી.
જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આજે હોળીની જ્વાળાઓ જોયા બાદ જણાવ્યું હતું કે, હોળી પ્રાગટય સાથે પશ્ચિમ દિશામાંથી પવન વાયો હતો અને નૈઋત્ય તરફ જ્વાળાઓ જતા ઓણ સાલ વરસાદ વહેલો આવવાની સાથે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ વરસવાની સાથે ઓક્ટોબર મહિનામાં પાછોતરો વરસાદ પણ ભરપૂર રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી.
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું