મંદિર ચોરીના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો
ટંકારા: તાલુકાનાં અપહરણ અને પોક્સોના ગુના પકાયેલ આરોપીનો કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે
ટંકારા પોલીસ સ્ટેશને ફરિયાદીએ વર્ષ 2020 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 14 વર્ષ અને 1 માસ વાળીનું અપહરણ કરીને ઓટાળા ગામેથી લઈ જઈ આરોપી શૈલેષભાઇ ગુલજીભાઈ રાઠવાએ 18 દિવસ પોતાની સાથે રાખી અવારનવાર મરજી વિરુદ્ધ જાતીય હુમલો કરી ફરિયાદીની દીકરી સાથે એક કરતા વધુ વખત બળાત્કાર દુષ્કર્મ કર્યું હતું જે ફરિયાદના આધારે આરોપી શૈલેષભાઇ ગુલજીભાઈ રાઠવાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ થઈ જતા સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે મયુર પી. પુજારા રોકાયેલ હતા.
મંદિર ચોરીના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ટંકારા પલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સીંગલીયા ચંદનસિંહ ઉર્ફે મંગલસિંહ બીલવાલ રહે. અગેરા તા.રાણાપુર જી.જાબુઆ (એમ.પી) વાળો હાલે મધ્યપ્રદેશ ખાતે તેના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા તુરંત જ પોલીસ સ્ટાફની ટીમ બનાવી મધ્યપ્રદેશ ખાતે મોકલતા બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ચોરીના ગુન્હામા નાસતો ફરતો આરોપીને મધ્યપ્રદેશ રાજ્યના જાબુઆ જીલ્લા ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે…

