કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સુર્યારામપરાના સરપંચના મૃત્યુ કેસમાં વળતર મંજુર

અપહરણ-પોકસોના ગુનામાં આરોપી ર્નિદોષ છૂટ્યો

લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયાનો આક્ષેપ હતો

વાંકાનેર: મોરબીની એડી. સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ)માં અપહરણ તથા પોકસોનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપી સંજય ઉર્ફે સુદો સુરેશભાઈ વરેસાના વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલા ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીને ર્નિદોષ છોડી મૂકવાનો કોર્ટે આદેશ કર્યો છે.

આ કામના ફરીયાદીની ફરીયાદ એવી હતી કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ કામના આરોપી સંજયભાઈએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો અને તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો જેથી વાંકાનેર પોલીસે આરોપી સંજય ઉર્ફે સુદો સુરેશભાઈ વરેસાની ધરપકડ કરી હતી, આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર, ભોગ બનનારના માતા-પિતા, અન્ય સાહેદો, પંચો, ડોકટરો, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવી હતી અને ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે, ફરીયાદી દ્વારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે. અને આરોપી તદન નિર્દોષ છે. જયારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ અને ફરીયાદ પક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ, તે કરવામાં તે સંપુર્ણ નીષ્ફળ રહેલ છે. જેથી આરોપીને સજા ન કરી શકાય તમામ દલીલના અંતે પોકસો કોર્ટ મોરબી દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો અને આ કેસમાં આરોપી તરફે વકીલ દિલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, રવિ ડી. ચાવડા, કુલદિપ ઝિંઝુવાડીયા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!