કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મની લેન્ડ એકટના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

વાંકાનેર: અહીંની કોર્ટમાં ગુજરાત મની લેન્ડ એકટ કલમ ૩૩-૩૪ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૪, ૫૦૬(૨), તથા ૧૧૪ મુજબના ગુનામાં ચાલતા કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે…

મળેલ માહિતી મુજબ આ કેસની હકીકત એવી છે કે વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ખાતે રહેતા ફરીયાદીએ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ આપેલ કે ફરીયાદીએ આ કામના આરોપીઓ પાસેથી પોતાની ખેતીની જમીનમાં વાડ કરવા તથા ફેન્સીંગ કામ કરવા હાથ ઉછીની રકમ લીધેલ હોય જે મુદલ રકમ કરતા વધારે રકમ વ્યાજથી ચુકવી દીધેલ હોવા છતાં ફરીયાદી પાસેથી આ કામના આરોપીઓએ અવાર-નવાર ઉઘરાણી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે, તેવુ પોલીસે ચાર્જસીટ કરેલ…

આ કામના ફરીયાદી જે પરાસરા ઉસ્માનગની અબુજી, રહે. વીડી ભોજપરા વાળાએ આ કામના આરોપીઓ નં.૧ રાધવસીભાઈ કરમસીભાઈ બાંભવા, રહે. સિંધાવદર.નં.૨, બાબુભા બાલુભા ચુડાસમા, રહે. રાજકોટ. નં.૪ મુકેશભાઈ જીલુભાઈ બાંભવા, રહે. રાજકોટ નં.૫ ચનાભાઈ ઉકાભાઈ રાતડીયા, રહે. રાજકોટ, નં.૬ ધનાભાઈ લખમણભાઈ બાંભવા, રહે. રાજકોટ વાળાઓનો કેસ વાંકાનેરના મહે. જયુ. મેજી. ફસ્ટ કલાસ સાહેબની કોર્ટેમાં જજ સાહેબશ્રી એસ. કે. પટેલ સાહેબની કોર્ટેમાં આ કેસ ચાલી જતાં ધારદાર દલીલો થતાં આરોપીઓ તરફે પુરતો પુરાવો ન મળતા ફોજદારી કાર્યવાહી સંહીતા – ૧૯૭૩ ની કલમ –૨૪૮(૧) અન્વયે ભારતીય દંડ સંહીતાની કલમ-૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત મની લેન્ડ એકટ કલમ ૩૩, ૩૪ મુજબના ગુનાઓમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમા આરોપીઓ તરફે એડવોકેટ શ્રી અંજનાબેન એમ. રાઠોડ રોકાયા હતાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!